અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/કુમળી હથોડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુમળી હથોડી

ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો  : આ ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે  :
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
(એકાવન, બીજી આ. ૧૯૯૦, પૃ. ૨૫)