zoom in zoom out toggle zoom 

< અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાઠી સ્ટેશન પર

ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
         દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
         ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
         સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)


આસ્વાદ: ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા