અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુખી હું તેથી કોને શું?

ગોવર્ધનરામ મા. ત્રિપાઠી

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૧

જગતમાં કંઈ પડ્યા જીવ,
દુખી કંઈ, ને સુખી કંઈક!    ૨

સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે!    ૩

કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને?    ૪

હું જોવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને?    ૫

નહીં જોવું! નહીં રોવું!
અફળ આંસું ન ક્યમ લ્હોવું?    ૬

ભુલી જઈને જનારાને,
રહેલું ન નંદવું શાને?    ૭

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૮