અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્નાલાલ પટેલ/દરિયાવ, દાબી દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દરિયાવ, દાબી દે

પન્નાલાલ પટેલ

દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,
         ઢાળી લે પોપચાંની પાંખો.
                           જીરવી નાં જાય –
                  ઝેરીલી જીરવી નાં જાય!

દરિયાવ, ઢાંકી લે છાતડિયે છેડો,
         તાણી દે કાપડની કોહો,
                           ઝાલ્યો નાં જાય –
                  જીવડો ઝાલ્યો નાં જાય!

દરિયાવ, વે’તેરી નાં મેલ્ય વેણો,
         આંટી દે અંબોડે ફેણો,
                           મનખો રોળાય –
                  મુજનો મનખો રોળાય!

દરિયાવ, રે’વા દે લચકાતો લે’કો,
         મેલી દે મોરલાની ગે’કો,
                           કાળજડાં કોરાય –
                  કુમળાં કાળજડાં કોરાય!