અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભોગીલાલ ગાંધી/આત્મદીપો ભવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્મદીપો ભવ

ભોગીલાલ ગાંધી

તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા! તું તારા.

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા… તું તારા.

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં,
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા… તું તારા.

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા,
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં, તું તારા.

(સાધના, ૧૯૪૪, પૃ. ૬૪)