અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઝૂંક વાગી ગઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઝૂંક વાગી ગઈ

રાજેન્દ્ર શાહ

         મને જરા ઝૂંક વાગી ગઈ.
માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.

થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ,
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ;
સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.

ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનું ઉતારનાર,
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર;
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.
         મને જરા ઝૂંક વાગી ગઈ.

(સંકલિત કવિતા, પૃ. ૧૯૮-૧૯૯)