અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ગોરખ આયા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોરખ આયા!

રાજેન્દ્ર શુક્લ

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આ કે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરુ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકઁવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા!

એક ઘરીમેં રૂક્યો સાંસ કિ અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા!

ગગનઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ, લેલીન હુવે, અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૧૧૩)