અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સુરેશ જોષીનેઃ એક સરરિયાલિસ્ટનું સંબોધન
Jump to navigation
Jump to search
સુરેશ જોષીનેઃ એક સરરિયાલિસ્ટનું સંબોધન
સિતાંશુ યશશ્ચંદ્ર
સમુદ્રના ઉછાળનાર, કાફલા ડુબાવનાર,
હે તુફાનના પ્રચંડ બાહુ સો ઘુમાવનાર!
મનુષ્ય જેમ ના, અરે તું આવતાં પશુ સમો,
છલંગતો, બળી બળી પુરી પુરા પુરાતના.
પુકાર ‘ત્રાહિ ત્રાહિ’ ના. અવીર્ય વા ‘નમો નમો.’
અદબથી શોધતો તું એક વૃક્ષ હેઠ વેદના.
એ ન હોય તે તે ઝાડ મૂળ સૉત્ ઉખાડનાર,
હે તુફાનના પ્રચંડ બાહુ સો ઘુમાવનાર!
મનુષ્ય જેમ? ના અરે! તું આવતાં પશુ સમો
હુંકારતો, હસી પડી પુરાવલિ સુરક્ષિતા.
હસી પડી નહેર, રેલ? વે હસી પડી, હસી
સુવાવડોની હૉસ્પિટલ, હસી ઈલેક ટ્રિક-ચિતા.
‘ડૉન, ડૉન’ કહી હસે — જે જાનકી રડાવનાર.
ચચાર તારા હાથ (જેલ)ચક્કી સાથ જોડનાર.
હે તુફાનના પ્રચંડબાહુ સો ઘુમાવનાર!
ચચાર તારા હાથ (જેલ)ચક્કી સાથ જોડનાર.
હે તુફાનના પ્રચંડ બાહુ સો ઘુમાવનાર!
(હું) જાણુંઃ ચન્દ્ર-શ્વેત વસ્ત્ર સ્તબ્ધ સર્વ ઓઢનાર.
મે, ૧૯૬૯