અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/તડકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તડકો

સુધીર દેસાઈ

તગ તગ તગતો તડકો...
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો...
જરા ધરા પર પગ મૂકો ત્યાં
કાળઝાળ થઈ બટકે;
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને
ના કોઈ એને અડકે.
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો...
એ જ શિયાળે પીઠ શેકતો
હૂંફ આપતો નીકળે;
હિમની ચાદર એના પરશે
હળવે હળવે પીગળે.
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો...
તગ તગ તગતો તડકો...