અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/એક આઝાદ ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક આઝાદ ગઝલ

સુધીર પટેલ

મતાંતર હો
છતાં જીવન સમાંતર હો!

ધરો આકાર છો જુદા,
પરંતુ એ પરમનું બસ રૂપાંતર હો!

ભલે લાગે નહીં જીવન બહુ ટૂંકું,
પરંતુ પાર્શ્વભૂમાં જિંદગીની યુગ યુગાંતર હો!

ઝલક આઠે પ્રહર જોવા મળે એની પછી તમને,
પ્રથમ આંખો મીંચીને દૂર બસ ભીતર રહેલાં સૌ પટાંતર હો!

અનુસંધાન જોવા પામશો જન્મોજનમનું તો સહજ ‘સુધીર’,
તમે ઘર જેમ બદલો એટલી ને એ સરળતાથી
જીવનનું પણ સ્થળાંતર હો!

(જળ પર લકીર)