અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/રળિયામણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રળિયામણી

સુધીર પટેલ

આવજો વાત સૌ પાછલી અવગણી,
આજની આ ઘડી છે રળિયામણી.

તોડજો હોય જે કોઈ ભીંતો ચણી,
આજની આ ઘડી છે રળિયામણી.

નાચજો અંગઅંગે તમે રણઝણી,
આજની આ ઘડી છે રળિયામણી.

સાંભળો આજ વાગે ફરી વાંસળી!
આજની આ ઘડી છે રળિયામણી.

એ જ છે, એ જ છે એ સૂરત સાંવલી!
આજની આ ઘડી છે રળિયામણી.

જાગીને જોઉં છું જાત બસ આપણી,
આજની આ ઘડી છે રળિયામણી.

ધીમે ધીમે ધખે ભીતરે તાપણી,
આજની આ ઘડી છે રળિયામણી.

જાત નખશિખ થઈ ગૈ પહેરામણી,
આજની આ ઘડી છે રળિયામણી.

આજ આપે છે વા’લો વગર માગણી!
આજની આ ઘડી છે રળિયામણી.

(જળ પર લકીર)