આંગણું અને પરસાળ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આંગણું અને પરસાળ

(લઘુ નિબંધો)

રમણ સોની

Anganu and Parsal Image 1.png



પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા

Anganun Ane Parasaal (આંગણું અને પરસાળ)
Short Essays by Raman Soni
૨૦૨૧

કૉપીરાઈટ : રમણ સોની

પહેલી આવૃત્તિ ૨૦૨૧
પાનાં ૯૬; પ્રત ૩૦૦

કિંમત રૂ. ૯૫

પ્રકાશક
પ્રત્યક્ષ પ્રકાશન
શારદા સોની ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂનો પાદરા રોડ,
વડોદરા ૩૯૦ ૦૦૭. ફોન ૯૨૨ ૮૨૧ ૫૨૭૫

પ્રાપ્તિસ્થાનો :
ગ્રંથવિહાર
ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ પાછળ,
નદીકિનારે, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯.
ફોન ૯૮૯૮૭ ૬૨૨૬૩(હંસાબહેન)

પ્રેમ પુસ્તક ભંડાર
૭૪/૧ જાદવજી નગર, કૉલેજ રોડ, ભુજ(કચ્છ) ૩૭૦ ૦૦૧
ફોન ૯૮૭૯૬૩૦૩૮૭ (ધર્મેન્દ્રભાઈ)

આવરણ-ચિત્ર : હરિકૃષ્ણ પાઠક
આવરણ-સજ્જા : આકાશ સોની
મુદ્રણ-અંકન : વિભા સોની

મુદ્રક : મધુ પૅકેજિંગ
કારેલીબાગ, વડોદરા ૩૯૦ ૦૧૮. ફોન : (૦૨૬૫) ૨૪૬ ૧૨૪૪


સદ્ગત મિત્રો,


જયન્ત મેઘાણી

અને

હારૂન ખીમાણીને–

હજુ તો આપણે ઘણા પ્રવાસો અને ઘણી ગોષ્ઠીઓ કરવાનાં હતાં...


લેખકનું નિવેદન

લઘુનિબંધ રૂપ આ વાર્તાલાપો સૌ પ્રથમ ઑલ ઇન્ડિયા રેડિયો(આકાશવાણી)ના ઉપક્રમે અપાયેલા. પછી એમાંથી કેટલાક ‘અખંડઆનંદ’, ‘વિ’, ‘પ્રબુદ્ધ જીવન’ એ સામયિકોમાં મુદ્રિત થયેલા. વાચિક વાર્તાલાપોની જેમ આ મુદ્રિત લેખાંકો વિશે પણ વાચકોના ઉમળકાવાળા પ્રતિભાવો મળેલા.

આકાશવાણીના ‘અમૃતધારા’ કાર્યક્રમમાં રજૂ થયેલા ત્યારે પણ આ વાર્તાલાપોનું રૂપ કોઈ ઉપદેશ-ચિંતનનું ન જ રાખેલું, શ્રોતાઓ સાથેના પ્રત્યક્ષ સંવાદ-તંતુરૂપે એ વ્યક્ત થયેલા. એથી, દરેક નિબંધમાં વિચાર-સંવેદનનું પ્રાસાદિક ને કંઈક લહેરાતું રૂપ આલેખાતું રહેલું; પૂરું લલિત નહીં પણ વિચારલીલા જેવું. આપેલા બધા વાર્તાલાપ-લેખો સચવાયેલા નહીં; હતા એમાંથી પણ કેટલાક રદ કર્યા, બાકીના પણ સંમાર્જિત તો કરી જ લીધા. છેવટે, અંતિમ પસંદગીના બાવીસ-પચીસ લેખો થયા. આ ઉપરાંત, એકત્રના ઇ-સામયિક ‘સંચયન’માં લખેલાં સંપાદકીય લખાણોમાંથી જે કેટલાંક ભાષા-આસ્વાદ અંગેનાં હતાં એ પણ, ગંભીર મુદ્દાકેન્દ્રી હોવા છતાં હળવાશભર્યાં સંવાદ-સંભાષા રૂપે લખાયેલાં ટૂંકાં ને પ્રાસાદિક હતાં એથી આ રેડિયો-વાર્તાલાપો સાથે એના સૂર મળે એમ હતા. એવાં બાર-તેર સંપાદકીય ‘કથનો’ તારવ્યાં અને ખંડ-બે તરીકે એમને સમાવ્યાં. વાચન-વિચારનાં પ્રાથમિક વિસ્મય અને જિજ્ઞાસા ધરાવનાર વર્ગ – વ્યાપક રુચિવાળો એક રસિક વાચકવર્ગ આ લખાણોનું મુખ્ય લક્ષ્યવર્તુળ છે; એમાં વિચાર-સંવેદન-પ્રેરકતા જેટલી જ વાચનરસ-પ્રેરકતા છે. અલબત્ત, પ્રબુદ્ધ વાચકોને પણ એ રસપ્રદ લાગેલાં છે.

આ એવું પુસ્તક છે કે વાચક એનું કોઈ પણ પાનું ખોલીને સામે આવતા લેખને વાંચી શકશે – યથેચ્છ અને મુક્ત રીતે..

આકાશવાણીનો, એકત્રનો તથા સામયિકોના સંપાદકોનો આભારી છું. કવિમિત્ર હરિકૃષ્ણ પાઠકે આવરણ માટે સુંદર રેખાંકન-ચિત્ર કરી આપ્યું છે એ માટે સાભાર આનંદ વ્યક્ત કરું છું.

-રમણ સોની

વડોદરા; વસંતપંચમી, સં.૨૦૭૬; તા. ૧૬, ફેબ્રુઆરી ૨૦૨૧
ramansoni૪૬@gmail.com. ph. ૯૨૨ ૮૨૧ ૫૨૭૫