આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (૧૮૭૪, ૯-૬-૧૯૨૫): જન્મસ્થળ વિજાપુર. જૈન સાધુ. એમણે કવિતા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ અને ધર્મ જેવા વિષયો પર ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં નાનાં-મોટાં ૧૦૮ પુસ્તકો આપ્યાં છે. એ પૈકી ‘ભજનસંગ્રહ'ના ૧ર ખંડો, ‘કક્કાવલિ સુબોધ’, ‘સાબરમતી ગુણશિક્ષણ કાવ્યગ્રંથ', ‘પંચગ્રંથી વ્યાકરણ’ જેવા કાવ્યગ્રંથો તેમ જ ‘અધ્યાત્મ વ્યાખ્યાનમાળા’, ‘આત્મપ્રદીપ’, ‘જ્ઞાનદીપિકા', ‘પરમાત્મદર્શન', ‘અનુભવપચ્ચીસી', ‘તત્ત્વબિંદુ’, ‘તત્ત્વજ્ઞાનદીપિકા', ‘તત્ત્વવિચાર’ અને ‘આગમસાર’ જેવા દર્શનગ્રંથો નોંધપાત્ર છે.