આત્માની માતૃભાષા/આવકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આવકાર

ઉમાશંકર જોશીએ નોંધ્યું છેઃ ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’ ઉમાશંકરે ‘સંસ્કૃતિ’નો કાવ્ય-આસ્વાદ વિશેષાંક કર્યો હતો, પછી ‘પ્રતિભા અને પ્રતિભાવ’ નામે એનો ગ્રંથ કરેલો. ‘નિશ્ચેના મહેલ’માંના એમના આસ્વાદ આ ક્ષણે યાદ આવે છે. ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે એમનાં ચૂંટેલાં કાવ્યોના આસ્વાદનો ‘પરબ’નો વિશેષાંક કરેલો. જે ખૂબ આવકાર પામ્યો હતો. એમાં ઉમાશંકરનાં બાસઠ કાવ્યો તથા સાત મુક્તકો-લઘુકાવ્યોના આસ્વાદનો સમાવેશ કર્યો હતો. ભગતસાહેબ, ઉશનસ્, સિતાંશુ, લાભશંકરથી માંડીને રાજેશ પંડ્યા, મહેન્દ્રસિંહ પરમાર સુધીના કવિઓ, વિવેચકો, અભ્યાસીઓ પાસેથી આ વિશેષાંક માટે આસ્વાદ-લેખો પ્રાપ્ત થયા હતા. ‘પરબ’નો આ વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદે ‘આત્માની માતૃભાષા’ શીર્ષકથી 2011માં પુસ્તક રૂપે પ્રગટ કર્યો હતો. ‘આત્માની માતૃભાષા’ ગ્રંથનું હવે ઈ-પ્રકાશન થઈ રહ્યું છે. આથી ઉમાશંકર જોશીનાં શ્રેષ્ઠ કાવ્યો તથા આસ્વાદ કાવ્યપ્રેમીઓ માટે આંગળીનાં ટેરવાંવગાં બન્યાં છે. એનો આનંદ વ્યક્ત કરું છું. આ ઈ-પ્રકાશન માટે એકત્ર ફાઉન્ડેશન તથા મિત્ર અતુલ રાવલનો આભાર માનું છું. તા. 15-12-2021, અમદાવાદ — યોગેશ જોષી