આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Accent
Accent
Accent સ્વરભાર
- સ્વર કે શબ્દ પર ભાર દઈને થતો ઉચ્ચાર અને આને કારણે વાક્યખંડ કે વાક્યમાં શબ્દની ઊભી થતી પ્રત્યગ્રતાની માત્રા, ભાવક પંક્તિનો કયો અર્થ ઇચ્છે છે એને આધારે સ્વરભાર ક્યાં આવશે એ નક્કી થઈ શકે છે.