આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Aesthetic Appreciation

Aesthetic Appreciation

Aesthetic Appreciation સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ

સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ સાથે સૌન્દર્યનું વિવેચનાત્મક મૂલ્યાંકન સંકળાયેલું છે. સૌન્દર્યનિષ્ઠ આનંદ જે કોઈના નિજી અનુભવ પર ભાર મૂકે છે, તે સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ કૃતિની લાક્ષણિક્તાને તપાસે છે. એક વ્યક્તિવિષયક છે, અન્ય કૃતિવિષયક છે.