આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Affective fallacy

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Affective fallacy

Affective fallacy પ્રતિભાવદોષ

ડબલ્યૂ. કે. વિમસેટે અને બીર્ડ્‌ઝલીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેદાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે, અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષ(જુઓ, Intentional fallacy)ના સામા છેડાનો છે.