આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Agrarianism

Agrarianism

Agrarianism કૃષિવાદ

અનેક અર્થમાં વપરાતી આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે શહેરી અને ઔદ્યોગિક સમાજના વિરોધમાં ગામવસવાટ અને ગ્રામીણ અર્થતંત્ર સાથે સંકળાયેલી જીવનરીતિને નિર્દેશે છે. ઔદ્યોગિક મૂડીવાદનો વિરોધ કરી જમીન ભણી પાછા ફરવા માગતા વીસમી સદીની શરૂઆતના અમેરિકન લેખકોને આ સંજ્ઞા સાથે નિસબત છે.