ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/મુક્તક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મુક્તક





મુક્તક • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ




જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ


કોડિયા પર સૂર્ય તડક્યો, ‘તારી કોને છે ગરજ?
નૂરની નબળી નકલ! જા, જા, ને બીજું કંઈ સરજ...’
ઝંખવાઈ કોડિયું કહે, ‘મુલતવી રાખો, હજૂર,
આ ચુકાદો, આજ રાતે, આપવાની છે અરજ’