ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ, ‘કિસ્મત’, ‘ચાંદસુત’ (૨૦-૫-૧૯૨૧) : કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૧માં સેન્સસ ઑફિસમાં અને ૧૯૪૨-૪૩માં તારટપાલ ખાતામાં ક્લાર્ક. ૧૯૪૪-૪૯ દરમિયાન ‘કહાની’ માસિકના સહતંત્રી. ૧૯૪૯ થી ૧૯૮૧ સુધી ભાવનગર નગરપાલિકામાં ટાઇપિસ્ટ. ૧૯૮૧-૮૨માં ભાષાંતરનિધિના સહકાર્યકારી મંત્રી. ૧૯૮૪થી સરસ્વતી પ્રેસ, ભાવનગરમાં પ્રૂફરીડર. ગઝલો-નઝમોનો સંગ્રહ ‘આત્મગુંજન’ (૧૯૪૮), ગીતસંગ્રહ ‘રેતી અને મોતી’ (૧૯૫૪), ગીત-ગઝલાદિ કાવ્યોનો સંગ્રહ ‘સલિલ’ (૧૯૬૨), રુબાઇયાત ‘સુરાહી’ (૧૯૬૪), ગીતરૂપક ‘વાદળ વિપદનાં’ (૧૯૬૭), રાષ્ટ્રીય ગીતોનો સંચય ‘વતનવીણા’ (૧૯૬૮), ગઝલકથા ‘વિરહિણી’ (૧૯૬૯), ગઝલસંગ્રહ ‘અત્તર’ (૧૯૭૦), ગઝલ-નઝમો-મુક્તકોનો સંચય ‘ઇકરાર’ (૧૯૭૦), ગઝલસંગ્રહ ‘અનામત’ (૧૯૭૮) વગેરે એમના કાવ્યગ્રંથો છે; ‘નાચનિયા’ (૧૯૪૦) તથા ‘નકીબ’ (૧૯૪૫) એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે; જ્યારે ‘ઈશ્વરનું મંદિર’ (૧૯૫૭) એ એમણે કરેલ નાટકનો અનુવાદ છે.