ઉશનસ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પંડ્યા નટવરલાલ કુબેરદાસ, ‘આરણ્યક', ‘ઉશનસ્ (૨૮-૯-૧૯૨૦): કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી ડભોઈમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૨માં મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગાડ કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આટર્સ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ. ૧૯૭૬માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચન્દ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રશિષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખર બચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિ વ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાને અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે. ‘પ્રસૂન' (૧૯૫૫) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે. નેપથ્ય' (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી પાત્રપ્રધાન દીદ રચનાઓ છે. ‘આર્દ્ર' (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સોનેટકાવ્યો છે. અહીં ચિંતનને ઇન્દ્રિયધન અપાયેલાં રૂપ આસ્વાદ્ય. છે.‘મનમુદ્રા' (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘તૃણનો ગ્રહ' (૧૯૬૪) આધુનિકતાની અભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્દા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યક્તિમાં કલ્પનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતન વિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પંદ અને છંદ (૧૯૬૮)માં કવિને પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. તૃણનો ચાલી આવેલો વિષય અહીં આકર્ષક વાછટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે' જેવું સૌનેટગુચ્છ શબ્દ ચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. કિંકિણી' (૧૯૭૧) એમનો ગીતસંગ્રહ છે, તો ભારતદર્શન' (૧૯૭૪) પ્રવાસકાવ્યોનો સૌનેટસંચય છે. ‘અશ્વત્થ' (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુકતક હાઈકુ જેવા કાવ્યપ્રકારોને પણ અજમા વવામાં આવ્યા છે. રૂપના લય' (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક એકસ્ટસી’ કાવ્ય આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ' (૧૯૭૭) ભક્તિપ્રેમની ઇકોતેર ગીતરચનાઓ આપે છે. કવિની આ તાને કયાંક અહીં રોચક રૂપ મળ્યું છે. પૃથ્વીને પશ્ચિમ ચહેરે' (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિપત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અઘતન રીતિ અખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. ‘શિશુલોક' (૧૯૮૪) શિશુકૃતિઓને સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના આસ્વાદ માટેની નહિ પણ શિશુકેન્દ્રી રચનાઓ છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલ સાહિત્યવિચાર એમના વિવેચનને આગવું બળ આપે છે. બે અધ્યયનો' (૧૯૫૨)માં ‘પ્રાચીના’ અને ‘શેષનાં કાવ્યોની આલોચના છે; તો ‘રૂપ અને રસ' (૧૯૬૫)માં સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન, આસ્વાદવિવરણ અને અવલોકનો છે. ‘ઉપસર્ગ' (૧૯૭૩)માં ગદ્યસાહિત્યનું વિવેચન અને ઉમાશંકર જોશી વિશેના ત્રણ લેખોમાં મળતું મૂલ્યાંકન ધ્યાનપાત્ર છે. ‘મૂલ્યાંકન' (૧૯૭૯)માં એમની સહૃદય સાહિત્યદૃષ્ટિના પરિચાયક એવા સુદીર્ઘ અભ્યાસલેખો છે. સંસ્મરણોના સંચય ‘સ માતાનો ખાંચે' (૧૯૮૮)માં એમને અતીત નિરૂપાયો છે.