ઋણાનુબંધ/એટલું જ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એટલું જ


આપણે
એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે
પરિવર્તનશીલ જગતમાં
આપણે લીધે
નવું કશું જ બનતું નથી.
માત્ર
ધુમ્મસિયું પ્રભાત સ્વચ્છ બને છે,
વાદળાં ખસી જઈ
આકાશી નીલિમાને પ્રગટ કરે છે,
બંધ કળીઓનો
માદક પુષ્પોમાં ઉઘાડ થાય છે,
અને
પતંગિયાં
ઠેર ઠેર
આપણી વાતોનો
રંગબેરંગી આસવ ઢોળે છે
બસ, એટલું જ!