ઋણાનુબંધ/ભૂલીને આવજે
Jump to navigation
Jump to search
ભૂલીને આવજે
હવે આવે
મારી કને
ત્યારે
આટલું ભૂલીને આવજે:
કાંડાઘડિયાળ
મોબાઇલ
અપોઇન્ટમેન્ટ ડાયરી
ભારેખમ બ્રીફકેસ
ટ્રેનનું ટાઇમટેબલ
(જે તું પાછા જવા માટે વાપરતો હોય છે)
તારી પત્નીનો જન્મદિવસ
તારી લગ્નતિથિ
તારા સંસારના ફોટાવાળું પાકીટ
પાછા જવાની ઉતાવળ
ગોઠવેલા જવાબો
કોઈ જાણી કે જોઈ જશે એવી બીક.
પણ, આવજે જરૂર.