ઋણાનુબંધ/સુરેશને—૭૫મા જન્મદિવસે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુરેશને—૭૫મા જન્મદિવસે


આપણી પાસે એક રેશમની દોરી: એમાં નહીં ગૂંચ કે ગાંઠ
આમને આમ જ વહી રહ્યાં છે વરસ આપણાં સાઠ

સંપીજંપીને વસતા કેવાં બન્ને જણ!
કોઈક ઋણાનુબંધને કારણ આપણું આ સગપણ
આલિંગનને કદી ન લાગે આદતનો કોઈ કાટ*
આપણી પાસે એક રેશમની દોરી: એમાં નહીં ગૂંચ કે ગાંઠ

ફૂલ જેવો આ રસ્તો એમાં પતંગિયાંનાં પગલાં
ગમતીલા ભમરાની સાથે ગળચટ્ટાં છમકલાં
છમકલાં તો બહાના જેવાં: પંથને આપે કોઈ વળાંક
આપણી પાસે એક રેશમની દોરી: એમાં નહીં ગૂંચ કે ગાંઠ.

  •  મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની પંક્તિ