ઋણાનુબંધ/હજીય ચચરે છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હજીય ચચરે છે


પંચમહાભૂતોનું બનેલું
બાનું શરીર
ક્યારનુંય
ભસ્મીભૂત થઈ
નામશેષ થઈ ગયું
અને છતાંય
ચિતામાં દાહ દીધેલી કાયાની
ઓલવાતી આગનો
આછો ધુમાડો
જોજનો દૂરથી આવીને
હજીય ચચરે છે
મારી આંખોમાં
ને
એને ઓલવવા
ઊભરાયાં કરે છે.
ઊનાં ઊનાં પાણી…