એકતારો/ટિપ્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ટિપ્પણ

શબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખતા પડશે’ = તારા શબને કફન પણ નહિ મળે. હોથલની લોકકથામાં એક કચ્છી દુહો છે. તેમાં એ પ્રયોગ છે:

‘જો વિસારૂ વ લહા! ઘડી એક મુંજા ઘટમાં,'
'તો ખાંપણમાં ય ખતા, મરણ સજાયું નહ મળે.”

નવાં કલેવર ધરો! (પા. પ) : હંસલા=જીવાત્મા. ચુગો=ચણો. બરો=રૂવાબ. અનહદ=અનંતતા. હે જીવ! તારી ભૂલથી પણ એક વાર જો તું બહાર નીકળી જ પડેલ છે તે હવે નિષ્કપટ, નિર્દંભી રહીને નિ:સીમ સૃષ્ટિમાં ઉદ્યમ ખેડજે.