એસ્થર ખીમચંદ

એસ્થર ખીમચંદ : અેસ્થર ખીમચંદ: પ્રથમ ખ્રિસ્તી ગુજરાતી સ્ત્રી-કવિ. દલપતરીતિને અનુસરતા તેમના કાવ્યપુસ્તક ‘સદ્બોધકાવ્ય’ (૧૮૯૫)માં ખ્રિસ્તી ધર્મની મહત્તા વર્ણવતાં અને સાંસારિક વ્યવહાર વિશેનાં કાવ્યો, નીતિવિષયક ગરબા અને માંગલિક પ્રસંગોએ ગાવાનાં ગીતો છે. એમણે ‘સ્ત્રીશૃંગાર’ નામનું પુસ્તક પણ લખ્યું છે.