કંકાવટી/​​બીજ માવડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બીજ માવડી

અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે:

બીજ માવડી!
ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.