કંચનલાલ ગોકળદાસ કાંટાવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ, ‘જિજ્ઞાસુ’ (૨૪-૮-૧૯૨૧) : કવિ, ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. એમ.એ., બી.એડ., પીએચ.ડી. સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં અધ્યાપન. હાલ નિવૃત્ત. ‘મહેફિલ’ (૧૯૮૧) કાવ્યસંગ્રહ ઉપરાંત એમણે ‘ગોવર્ધનરામ ત્રિપાઠી’ (૧૯૭૯), ‘કવિચિત્રકાર ફૂલચંદ શાહ’ (૧૯૮૦), ‘મનઃસુખરામ ત્રિપાઠી’ (૧૯૮૧) જેવા ચરિત્રગ્રંથો આપ્યા છે. ‘આજ અને આવતી કાલ’ (૧૯૭૯) અને ‘શ્રી મનઃસુખરામ જીવનકવન’ (૧૯૭૯) એ એમનાં સંપાદનો છે.