કંસારા બજાર/વેર
Jump to navigation
Jump to search
મદારીની ઝોળીમાં સાથે રહેતા
સાપ અને નોળિયાની વેરવૃત્તિ તો
વર્ષોથી નષ્ટ થઈ ગઈ છે.
છતાં આ મદારી
ભેગાં કરી રહ્યો છે બાળકોને,
સાપ અને નોળિયાના શરીર
ત્રાટકે છે એકબીજા પર, અવશ.
સાપની ઝરતી ચામડી,
નોળિયાના ઘા પર લાગેલી ધૂળ.
શૂરાતન વધે છે,
લોહી વિનાનાં બે શરીર લડી રહ્યાં છે
જુઓ, પૂરી તાકાતથી.