કનુભાઈ કરમશીભાઈ આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય કનુભાઈ કરમશીભાઈ, ‘કનુ, ‘દિલ’ (૧૪-૧૦-૧૯૪૯); નવલકથાકાર, નિબંધકાર. જન્મસ્થળ-વતન વારાહી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાહીમાં. ૧૯૭૪માં ગુજરાતી અને હિન્દી વિષય સાથે બી.એ., ૧૯૭૬માં એમ.એ., ૧૯૮૪માં એલએલ.બી. જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર, ડાવસ (તા. ડીસા)માં આચાર્ય. એમણે ‘અરમાનની કબર’ (૧૯૭૮), ‘ધબકે ધરાનાં ઉર’ (૧૯૮૦), ‘પ્રણવીર પાબૂજી રાઠોડ' (૧૯૮૦) જેવી સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત ‘બનાસદર્શન' (૧૯૭૯), ‘ઉત્તર ગુજરાતની અસ્મિતા' (૧૯૮૨) અને ‘આઝાદીની અમર ગાથા' (૧૯૮૪) જેવાં સંપાદિત પુસ્તકો આપ્યાં છે.