કનૈયાલાલ કવિ
Jump to navigation
Jump to search
કવિ કનૈયાલાલ : જુઓ, પટેલ નાથાલાલ લીલાચંદ. કવિ કહાનજી ધર્મસિહ : કવિ, નાટ્યકાર. દલપતશૈલીના આ કવિએ ‘ગોરક્ષાપ્રકાશ’ (૧૮૯૧), ‘સુંદરીતિલક યાને સુબોધ ગરબાવળી’ (૧૮૯૨), ‘સંતોષશતક’ (૧૮૯૬) અને ‘સ્વલ્પસંગ્રહ’ જેવી કાવ્યકૃતિઓ; ‘ઢોલામારુ’ (૧૮૯૩) નાટક; ‘શેઠ ગોવિંદજી ઠાકરશી મૂળજીનું જીવનચરિત્ર’ (૧૯૦૪) અને ‘સૌભાગ્યવતીનું સંસારચિત્ર’ જેવાં પુસ્તકો આપ્યાં છે. આ સર્વ પૈકી ‘ગોરક્ષાપ્રકાશ’, ‘સુંદરીતિલક...’ તથા ૧૪૪ મધ્યકાલીન હિન્દી કવિઓની ભક્તિરસિક કૃતિઓના સંપાદન ‘સુબોધસંગ્રહ’(૧૮૮૮)ને સમાવતો એમનો સર્વકૃતિસંગ્રહ ‘કહાનકાવ્ય’ (૧૮૯૭) પણ પ્રગટ થયેલો છે. આ ઉપરાંત એમણે ‘અધ્યાત્મભજનમાળા’, ‘કાઠિયાવાડી સાહિત્ય', ‘ચમત્કારિક દૃષ્ટાંતમાળા’, ‘સત્સંગશિરોમણિ’, ‘સાહિત્યરત્નાકર તેમ જ ‘સાહિત્યસંગ્રહ’ જેવાં સંપાદનો પણ કર્યાં છે.