કવિલોકમાં/નિવેદન
નિવેદન
કવિઓ અને કાવ્યસંગ્રહો વિશેના લેખોનો આ સંચય છે. એક કવિ-અભ્યાસની સમીક્ષાને પણ એમાં સ્થાન આપ્યું છે. બે લેખો મારા આ પૂર્વેના લેખસંગ્રહમાંથી ઉપાડીને અહીં મૂક્યા છે, આ ગ્રંથની યોજનાને અનુલક્ષીને. લેખોના પૂર્વપ્રકાશનની માહિતી દરેક લેખને છેડે આપી છે.
આ ગ્રંથની સામગ્રી જોઈ જઈ લેખોની પસંદગી વિશે સૂચનો કરવાનો શ્રમ ઉઠાવવા માટે શ્રી મહેન્દ્રભાઈ દવે તથા શ્રી હર્ષદ ત્રિવેદીનો હું આભારી છું. ગ્રંથને આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના નિર્ણાયક મંડળનો તથા ગ્રંથના વિક્રયની જવાબદારી ઉઠાવવા માટે વિક્રેતામિત્રોનો પણ આભારી છું. ૩૦, નવેમ્બર, ૧૯૯૪ જયંત કોઠારી