કાંતિભાઈ ઉપાધ્યાય
Jump to navigation
Jump to search
ઉપાધ્યાય કાંતિભાઈ (૬-૧૧-૧૯૧૯): જન્મસ્થળ નાનાવાડા. ૧૯૪૫માં બી.એ. વ્યવસાયે પુસ્તકવિક્રેતા. સળંગ બાળવાર્તાકૃતિ ‘સુખનાં સ્વપ્ન' (૧૯૫૧), ચરિત્રકૃતિ ‘વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર' (૧૯૬૪) તેમ જ ખલીલ જિબ્રાનની કૃતિઓના અનુવાદો ‘મંદિરદ્વારે' (૧૯૪૯) અને ‘વેળુ અને ફીણ' (૧૯૬૬) એમના નામે છે.