કાંતિલાલ માધવલાલ આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય કાંતિલાલ માધવલાલ (૧૮-૫-૧૯૨૩): વિવેચક. જન્મસ્થળ વીરમગામ. ૧૯૪૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૫૬થી ૧૯૭૮ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તથા આચાર્ય, ત્યાર બાદ મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં આચાર્ય. હાલ નિવૃત્ત. એમણે અધ્યાપનકાર્યના અનુષંગે કરેલ સ્વાધ્યાયરૂપે ‘કવિ પ્રેમાનંદ અને તેની કૃતિઓ' (અન્ય સાથે, ૧૯૬૫), ‘સાહિત્યિક નિબંધમાળા – ૧-૨' (અન્ય સાથે, ૧૯૬૮-૭૦) જેવાં પુસ્તકો તેમ જ ‘સુદામાચરિત' (અન્ય સાથે, ૧૯૬૭)નું સંપાદન આપ્યાં છે