કાલિદાસ ભગવાનદાસ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦,–) : કવિ. જન્મ પાટણમાં. પ્રાથમિક કેળવણી ત્રિચિનાપલ્લીમાં. ઝવેરી વેપારી પેઢીમાં નોકરી. એમણે ભક્તિકાવ્યોનો સંગ્રહ ‘ભજનામૃત’ (૧૯૨૭), ‘પુરુષોત્તમમાસ ભજનિકા’, ‘પ્રભુ પ્રેરિત મ્હારા સ્વરચિત ઉદ્ગારો’ (૧૯૩૮) તથા ગઝલો ને ગીતાનો સંગ્રહ ‘કાવ્યપ્રસાદી’ (૧૯૫૭) રચ્યાં છે. વળી, ‘મારા શુભ વિચારો’ (૧૯૩૧), હરિબાપુ, કુબાકુંભાર, નફીઝ અને પંજુ ભટ્ટનાં ચરિત્રો આપતું ‘નૂતન વર્ષની ભેટ’ (૧૯૫૭) જેવાં પુસ્તકો અને ‘નારાયણ કવચ અને આરતીઓ’ (૧૯૫૭)નું સંપાદન એમણે આપ્યાં છે.