કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...
(Redirected from કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...)
Jump to navigation
Jump to search
૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...
ઉશનસ્
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે. — બાઈ રેo
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે. — બાઈ રેo
એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? — બાઈ રેo
૧૨-૧૧-૬૮
(સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)