કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૭. માનવીનું હૈયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. માનવીનું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
          અધબોલ્યા બોલડે,
          થોડે અ બો લ ડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

          સ્મિતની જ્યાં વીજળી,
          જરીશી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, પૃ. ૧૬૮)