કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૨. કોના માટે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨. કોના માટે?

ચંદ્રકાન્ત શેઠ

અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? –

કોના માટે શ્વાસે શ્વાસે
કૂવો ઉલેચી કુંભ ભરું?
કોના માટે મારી અંદર
એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? –

કોના માટે યમુના આવી
આ માટીને પાય અમી!
કદંબડાળી કોના માટે
અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૮)