કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૪. – ને છતાં ખડો છું...
Jump to navigation
Jump to search
૪૪. – ને છતાં ખડો છું..
ચંદ્રકાન્ત શેઠ
ભીની હવા,
ભીના શ્વાસ
ભીંતોમાં ભેજીલી વાસ.
બારીઓ બંધ,
રસ્તાઓ થાકેલા ને હતાશ.
ઊખડેલા ઉંબર,
ઊજડેલાં અંતર.
પાન તૂટેલાં,
ગાન બટકેલાં,
ખંડેરોમાં ખડખડતી પાનખરની પીળાશ!
હું ખડો છું :
દંડો છે હાથમાં,
ગલ્લી છે ગબ્બી પર,
પણ ઈકતો નથી ગલ્લી...
દાવનો ભાર છે માથે
ને છતાં ખડો છું :
ઈકતો નથી ગલ્લી,
ગલ્લી ગબ્બી પર છે છતાં...
બંધિયાર હવામાં
લકવાયો છે દંડો હાથમાં...
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૦)