કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૪.ખાલીપો
Jump to navigation
Jump to search
૧૪.ખાલીપો
ચિનુ મોદી
ખાલીપાની વચ્ચે ખૂટું,
એમ અમસ્થું બબડું જૂઠું.
શણગારેલાં સપનાં જેવી
આંસુની આંખોને લૂછું.
ખોડંગાતા ઘરના રસ્તે
પથ્થરના પગ ક્યાંથી મૂકું ?
જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં
પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ?
વ્હેવાનો આશય અણધાર્યો,
પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું?
નગર નામનું પિંજર તોડી
પંખી જેવું ક્યાંથી ઊડું ?
હોવાનો આભાસ ભયાનક
દૂર ઊભો દરિયામાં ડૂબું.
(દર્પણની ગલીમાં, પૃ.૨૦)