કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૭.શાપિત વન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭.શાપિત વન

ચિનુ મોદી

તમે સમયના શાપિત વનમાં ઊગ્યા અનરાધાર
અમે –
સાંસભરેલા દોડ્યા,
ગઢકૂદ્યા,
અશ્વોના લગામફીણ્યાં
લચ્ચકલાંબ્બાં ફાળભરેલાં પગલાંના
ત્વરાભર્યા
લાલઘૂમ રવ જેવા.
તમે –
મહિષની અણિયાળી શીંગડીએ
લાલ વસ્ત્રની ચીંદરડીમાં
બાંધેલા પડછાયા વચ્ચે પેઠેલા
એકાંત નામના ઠળિયાને
બે જડબાં વચ્ચે
દંતવિહોણી જિહ ્વાથી
મમળાવ્યો.
અમે --
શાખ વગરનાં વૃક્ષો વચ્ચે
વણનોંધાયા વાયુ પેઠે
ઘૂમ્યા,
ઘૂમ્યા શાપિત વનમાં.
(શાપિત વનમાં, ૧૯૭૬, પૃ. ૧)