કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૦. થોડું થોડું યાદ
Jump to navigation
Jump to search
૩૦. થોડું થોડું યાદ
જયન્ત પાઠક
થોડું થોડું યાદ, ઝાઝું તો ભૂલ્યું-ભુલાયું ફોક
પાણીમાં જ્યમ ડૂબે ગાત ને ઉપર તરતી ડોક!
વલવલતી એક નદી સાંભરે, ટળવળતાં કૈં તરુ
દડદડતા ડુંગર દેખાતા, આભ ઓરું ને પરું;
ન્હાયા તે તડકો, ખાયાં તે ગળ્યાં ચાંદનીચકતાં
પતલી પ્હેરી પવન ફર્યા, સિર તૃણછોગાં ફરફરતાં;
નાની નાની તલાવડીઓ ઊંચકી ઊંધી કરતા
ડૂબકીમાં જલ ખાલવી સમણે આખેઆખી ભરતા!
કોક વાર કરડે ઓચિંતી ઘરના દરની કીડીઓ
ફેરવતી મનને કદી ભીંડી વણનારી ફરકડીઓ;
હરતાં ફરતાં હથેલીઓને અડે સુંવાળું ઘાસ
અલકમલકથી આવે ઊડતી મઘમઘ મહુડાવાસ;
થોડું થોડું યાદ ઝાઝું તો ભૂલ્યું-ભૂલાયું ફોક
કોક વાર આ લોક અજાણ્યો, કોક વાર એ લોક!
૭-૪-’૮૧
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)