zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી

કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪. હું દરિયાની માછલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. હું દરિયાની માછલી

ઝવેરચંદ મેઘાણી

દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લેતી
હું દરિયાની માછલી!
હાં રે મને બારણે કાઢવી નો’તી
હું દરિયાની માછલી!
જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી. – દરિયાનાo

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી. – દરિયાનાo

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં,
હું દરિયાની માછલી. – દરિયાનાo

છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે
મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં,
હું દરિયાની માછલી. – દરિયાનાo

દરિયાના દેશથી વિછોડી
દુનિયાશું શીદ જોડી!
હું દરિયાની માછલી.
(સોના-નાવડી, પૃ. ૨૧૭)