કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી

નિરંજન ભગત

આ ન્યૂ યૉર્ક નામે પંખી!
શું અધખૂલી બે પાંખે,
નભનીરખતી આંખે
રહ્યું અગમને ઝંખી?

નસનસમાં તો ઘેન,
ને ઘડી ન તોયે ચેન,
તે ગયું હશે શું ડંખી?

જુઓ, આ જગ જ્યાં બૂડ્યું,
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!

૧૯૮૫

(બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)