કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૮. ફૂલડાંક્ટોરી
Jump to navigation
Jump to search
૧૮. ફૂલડાંક્ટોરી
ન્હાનાલાલ
(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન !
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે
બ્હેન !
અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન !
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે
બ્હેન !
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન !
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !
ફૂલડામાં દેવની હથેળીઓ, રે બ્હેન !
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !
(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)