કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૫. જાહ્નવી જગની ઘૂમે રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૫. જાહ્નવી જગની ઘૂમે રે

ન્હાનાલાલ


ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,
          ને કાંઈ વ્હેતી અખંડ ને અનન્ત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

પાણી ભર્યાં છે પુણ્યનાં,
          ને મહીં ઝીલે સુહાગિયાં સન્ત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

સગરકુમારોને તારિયા,
          ને એમ તારશે માનવજાત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

બ્રહ્માંડે ભર્યાં બ્રહ્મનાં અમી,
          સાધો ! માણજો મહીં દિનરાત રે !
                   જાહ્નવી જગની ઘૂમે રે !

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)