કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૪. ફૂલનો ફટકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪. ફૂલનો ફટકો

પ્રિયકાન્ત મણિયાર

ફૂલનો લાગ્યો ફટકો અમને ફૂલનો લાગ્યો ફટકો!
આભ ચડ્યા ને આભ ઊતર્યા વચમાં વીજનો ઝટકો!

આટઆટલાં રૂપ રૂપનાં વાદળ છાયાં એ તો એના લોચનનો છે લટકો!
અંધકારની કાજળડબ્બી અમે ઉઘાડી મહીંથી નીકળ્યો ચંદ્રકિરણનો કટકો!

મધ તો મીઠું, મધથી મીઠો અમને લાગ્યો મધમાખીનો ચટકો!
તમને મળશું એમ માનીને અમે તો રાખ્યો ખોવાવાનો ખટકો!

મ્હેંક મ્હેંક એ મળ્યો મોગરો ક્યાંય ન માતો ભલે છોડવો બટકો!
ફૂલનો લાગ્યો ફટકો અમને ફૂલનો લાગ્યો ફટકો!
((આ નભ ઝૂક્યું, પૃ. ૩૧૨)