કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૬. (કાણાવાળો) પૈસો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૬. (કાણાવાળો) પૈસો

પ્રિયકાન્ત મણિયાર

રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ,
જાણું થોડો ભેદ ને હું મન મનાવું તોલ એનો એ જ;
ને અવરની તો શી તથા,
પણ એક આ પૈસો ગયો પલટાઈ એની તો કથા
કૈંક મુજને આમ લાગેઃ
પ્રથમનો જે એ હતો એ એ    જ છે પણ તાકી તાકી રોજના જોનારની
(ક્યારેય ના ખોનારની)
શી નજર બસ સોંસરી ઊતરી ગઈ છે મધ્ય ભાગે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬)