પ્રિયકાન્ત મણિયાર
પાલવમાં ઢબૂરી એ આવી લૈને શિશુ-ફૂલ પ્હેલું, હૈયું ભર્યું હર્ષથી ઘેલું ઘેલું; મારીય ના ર્હૈ જ તદા સબૂરી, જોઈ રહું પાલવને હટાવી— મારો અરે વિગત શૈશવ કાળ લાવી!